Translate

મઝહબ નહી સિખાતા આપસ મેં બૈર રખના... બીલીમોરા માં જોવા મળ્યો ભાઈ ચારા નો ઉદાહરણ

 


ગઈ કાલે બીલીમોરામાં ગોહરબાગ  હોર્મઝદબાગ એપાર્ટમેન્ટ માં રહેનાર એક હિન્દુ પરિવારના વધુ ઉંમરના એક બહેન જેનું નામ વિમલા ગૌરી અરવિંદભાઈ બક્ષી જે 4th  ફ્લોર પર રહે છે અને તેઓનું ગઈ કાલે અવસાન થયું હતું અને તેની ખબર તેમના બિલ્ડિંગમાં રહેનાર લોકો એ મોબાઈલ દ્વારા મુસ્લિમ સમાજના કાર્યકર્તા અને બીજેપીના નવસારી જિલ્લાના વાઇસ પ્રેસિડન્ટ જાવેદભાઈ બાના ને જાણ કરી હતી ત્યારબાદ જાવેદભાઈ એ એકતા ટ્રસ્ટના સભ્યો હુમાયું મુલતાની તેમજ અખ્તર છાપરીયા ને જાણ કરી હતી અને સાથે બીજા બધા મુસ્લિમ સમાજના છોકરાઓને ખબર કરી હતી તેમાં મોહસીન ખલીફા સાજીદ ખાન ફિરોઝ સૈયદ અને જીશાન ભાઈ અને સોહિલભાઈ એમ્બ્યુલન્સ લઈને તાત્કાલિક જગા પર પહોંચીને 4th  floor થી એમને નીચે લાવ્યા હતા અને અગ્નિસંસ્કાર કરવા માટે છેલ્લે સુધી ની વિધિ પૂરી કરી હતી  આજ ના મુસ્લિમ સમાજના નવજુવાન છોકરા ઓ એ સાબિત કરી બતાવ્યું છે કે કોઈપણ ધર્મ પહેલા માનવતા એ જ ધર્મ છે અને કોઇપણ ભેદભાવ વગર કામ કરી બતાવ્યું છે જેનાથી ત્યાંના સ્થાનિક લોકો ખૂબ પ્રસન્ન થઇ ગયા હતા.



No comments