Translate

વલસાડનાં નવા કલેકટર ક્ષીપ્રા આગ્રેની વલસાડ મીડીયા એડિટર એસોસિએશન દ્વારા શુભેચ્છા મુલાકાત


વલસાડ મીડીયા એડિટર એસોસિએશન સમગ્ર વલસાડ જીલ્લા માંથી પ્રસિદ્ધ થતા અખબારોનાં માલિકો અને તંત્રીઓનું વિશેષ સંગઠન છે. વલસાડમાં પત્રકારત્વ સાથે સતત સંકળાયેલ  

વલસાડ મીડીયા એડિટર એસોસિએશનનાં હોદ્દેદરોએ  આજરોજ સવારે ૧૧ : ૩૦ કલાકે વલસાડ જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી વલસાડ જીલ્લાનાં નવા કલેકટર ક્ષીપ્રા આગ્રેની શુભેચ્છા મુલાકાત કરી હતી. વલસાડ જીલ્લાનાં નવનિયુક્ત કલેકટર ક્ષીપ્રા આગ્રે એ  તાજેતરમાં જ કલેકટર તરીકે પોતાનો કાર્યભાર સાંભળ્યો છે. નવા કલેકટર ક્ષીપ્રા આગ્રેને જીલ્લાનાં રાજકીય,સામાજિક સંગઠનો શુભેચ્છાઓ આપી રહ્યા છે. ત્યારે આજરોજ સવારે ૧૧:૩૦ કલાકે વલસાડ મીડીયા એડિટર એસોસિએશનનાં પ્રમુખ પ્રેમ મલાણી (માયા ન્યુઝ), ઉપપ્રમુખ રાઉફ શેખ (યુનાઇટેડ ફોર ઇન્ડિયા ન્યુઝ) ઉપપ્રમુખ કદર હાસમની (મેઘદૂત ન્યુઝ) , સેક્રેટરી આઝાદ મિશ્રા (લોકજનશક્તિ ન્યુઝ) વિજય પટેલ (પત્રકાર) તેમજ એસોસિએશનનાં અન્ય સભ્યો દ્વારા વલસાડનાં નવા કલેકટર ક્ષીપ્રા આગ્રેનું કલેકટર કાર્યાલય ખાતે ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે તમામ હોદ્દેદરોએ પોતાનો પરિચય આપી વલસાડનાં પત્રકરત્વ અને એસોસિએશનની કામગીરી સંદર્ભે જરૂરી ચર્ચા કરી , નવનિયુક્ત કલેકટર ક્ષીપ્રા આગ્રે ની આગામી સમયમાં વલસાડ જીલ્લામાં ઉત્તમ વહીવટી કામગીરી રહે તેવી શુભેચ્છાઓ આ તબક્કે પાઠવી હતી. આ પ્રસંગે કલેકટર ક્ષીપ્રા આગ્રે એ તમામ સ્થાનિક પત્રકારો,તંત્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

No comments