Translate

લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગ નગર દ્વારા ડાર્ક સાઈડ ઓફ ઓનલાઇન ગેમિંગ અથવા ઓનલાઇન રમતો ની અંધારી બાજુ આ વિષય પર સફળ સેમિનારનું આયોજન

 


તારીખ 23 નવેમ્બર ના રોજ લાયન્સ ઉપાસના સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ઉપરોક્ત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ લાયન પ્રવિણાબેન શાહે જણાવ્યું કે, આજે ડિજિટલ યુગમાં સોશિયલ નેટવર્કિંગ અને મોબાઈલમાં ઓનલાઇન ગેમિંગ નો વપરાશ વધી રહ્યો છે. તેના ફાયદા અને ગેરફાયદા વિશે  જાણકારી મેળવવા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય વક્તા રોહિણીજી વોરાએ ખૂબ જ ઉપયોગી અને અસરકારક વિસ્તૃત માહિતી આપી હતી.ખાસ તો 13 થી 30 વર્ષની ઉંમરના બાળકો ઓનલાઇન ગેમ તરફ કેમ આકર્ષાઈ છે, અને પછી તેના વ્યસની બની જાય છે. ગેમિંગ અને માનસિક આરોગ્ય સાથે શું સંબંધ છે.


સાયબર બુલિંગ અને બ્લેકમેલિંગ ના લીધે ઘણીવાર કરજો વધી જતા વ્યક્તિ આત્મહત્યા કરવા પ્રેરાય છે. આજકાલ આવા ઘણા કિસ્સા આપણી જ આસપાસ જોવા મળે છે.ગેમિંગ ને રિપ્લેસ કરવા આપણે અસરકારક વ્યૂહ રચના ઘડવી જોઈએ.સમાજમાં જાગૃતિ લાવવા અને આવા જોખમી  પ્રશ્નોના નિરાકરણ ખુબ જ સહજ અને સરળ શૈલીમાં આપ્યા હતા.   


સેમિનાર ને સફળ બનાવવા સેક્રેટરી લાયન હેમલતાબેન માર્બલી,પ્રોજેક્ટ કોઓર્ડીનેટર લાયન સ્નેહલબેન કંબલે, પ્રિન્સિપલ શ્રી હરિકેષ શર્મા એ ભારે જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, લાયન લીના બોરસે, લાયન સરિતા તિવારી... ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતા બક્ષી હતી.

No comments