Translate

અતુલ ફાઉન્ડેશન હેલ્થ સેન્ટરની સરપંચો દ્વારા મુલાકાત

 


અતુલ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત મેડીકલ સેન્ટરમાં અતુલ લિમિટેડનાં કર્મચારીઓ ઉપરાંત આજુબાજુનાં ગામનાં લોકોને રાહત દરે અદ્યતન મેડીકલ સુવિધાઓ ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે અતુલ અને આસપાસનાં ગામનાં સરપંચોએ આજરોજ અતુલ ફાઉન્ડેશન હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી.જેમાં ચણવઈ ગામનાં સરપંચ શ્રી મનીષભાઈ પટેલ અને હેતલબેન પટેલ, અંજલાવ ગામનાં સરપંચ શ્રી જયનેશભાઈ, ગાડરીયા ગામનાં સરપંચ શ્રી વિશાલભાઈ, પારડીપારનેરા-ચીચવાડા જૂથ ગ્રામપંચાયતનાં સરપંચ શ્રીમતી સુરેખાબેન,મગોદ-ડુંગરીથી શ્રી વિજયભાઈ અને માછીમાર મહામંડળનાં પ્રમુખ શ્રી રામુભાઈ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા. મેડીકલ સેન્ટરનાં ડો.વિશાલ મહેતા,ડો.યાક્ષીકા પટેલ અને અતુલ કંપનીનાં જનરલ મનેજર શ્રી ગૌતમભાઈ દેસાઈ દ્વારા અતુલ ફાઉન્ડેશન હેલ્થ સેન્ટરની ઓપીડી, એક્સરે, સોનોગ્રાફી, ઈસીજી,લેબોરેટરી તપાસ,ફાર્મસી વગેરે સુવિધાઓ અને સ્પેશીયાલીસ્ટ ડોક્ટરો અંગે જાણકારી આપવામાં આવી હતી.

No comments